હરિત બોધ

કોન્ક્રીટના જંગલમાં રહેતો શહેરીજન નિસર્ગથી યોજનો દૂર છે. પણ જેમ નાનકડો દીવો રાત્રે પણ સૂર્યના પ્રકાશને તમારી અટારીએ લઇ આવે છે; તેમ એક નાનો છોડ વન-ઉપવનની કુદરતને તમારા ઝરુખામાં લઇ આવે છે. મારા ઝરૂખામાં કારેલાના વેલાએ નાના પીળા ફૂલો ધરી સ્વાગતની તૈયારી કરી તો નખરાળું પતંગિયું પણ સહજ આકર્ષાઈ આવ્યું!

‘હું કરું, હું કરું’ કરતો મનુષ્ય ઈશ્વરની પુત્રી કુદરતની લીલા બે ઘડી થોભીને જુએ તો જરૂર મોઢામાં આંગળા નાખી જાય. માટીમાં દટાયેલા બીજને ફણગો ફૂટ્યો, ફણગામાંથી છોડ વિકસ્યો, છોડને પાંદડા અને ફૂલ આવ્યા, ભ્રમર-પતંગિયા આકર્ષાઈને આવ્યા અને મનુષ્ય માટે ફળ લાવ્યા! મનુષ્ય ફક્ત કાળજી કર્યાનો સંતોષ માની શકે અને કુદરતની આ વિશાલ અને જટિલ માયા માટે અચંબો જ વ્યક્ત કરી શકે!

Published by Dr. J. R. Mehta

A faculty at Mechanical Engineering Department at Faculty of Technology and Engineering, The Maharaja Sayajirao University of Baroda, Vadodara. Area of interest: Air Conditioning, Energy, and Heat Transfer.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started