રાજા રામમોહન રોયને એક હિન્દુ સુધારક ગણવા કે નહિ તે મોટો પ્રશ્ન છે કેમ કે આપણને તે આપણા અંદરના માણસ લાગે પરંતુ વાસ્તવમાં તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નોકર હતા. તેમને ઘણી વાતોમાં ખ્રિસ્તી મિશનરીઓ સાથે જ કામ કર્યું છે, તેઓ પાછળથી ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ થયા હતા અને તેમનું મૃત્યુ પણ ઇંગ્લેન્ડમાં જ થયું અને ત્યાંજ તેમને દફનાવવામાં આવ્યા!

1823માં બ્રિટિશ Governor General ને પત્ર લખી ભારતમાં સંસ્કૃત પર આધારિત શિક્ષણ બંધ કરી ઇંગલિશ આધારિત અને યુરોપના વિદ્વાનો દ્વારા શિક્ષણ અપાવવા ભલામણ કરી. આ પત્ર મેકોલે એ બ્રિટિશ parliament માં આપેલ ભાષણના 12 વર્ષ પહેલા લખાયો હતો! આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનાક્રમ દરમયાન જ યુરોપની યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરુ થયો કેમ કે સંસ્કૃત શાસ્ત્રો જ્ઞાનના સોનાની ખાણ હતા.
ઇંગ્લીશના શિક્ષણથી ભારત વધુ scientific બન્યું તે વાત ખોટી છે કેમ કે ભારતનો વિકાસ બ્રિટિશ શાસન દરમ્યાન થયો જ નથી, આઝાદી પછી જ થયો છે. જાપાન અને ચીન જેવા દેશો સ્વભાષા અને સ્વસંસકૃતી નું બલિદાન આપ્યા સિવાય પણ પ્રગતિ કરી શક્યા છે જ.