કાસ્ટ અવે: જીવન, જરૂરિયાતો અને સંબંધો વિષે સાક્ષાત્કાર!
સાંપ્રત સભ્ય વિકસિત સમાજમાં રહેતા માણસોને તેમની જરૂરિયાતો અને સંબંધોની હૂંફ એટલી સરળતાથી મળે છે કે તેને તેમની કદર કરવાનો અવસર મળતો નથી. પ્લેન ક્રેશ થવાથી એક ટાપુ પર તણાઈને ખેંચાઈ ગયેલા ‘ચક’નો તે ટાપુ પર જીવન માટેનો સંઘર્ષ અને અસંભવિત જણાતી રીતે 4 વર્ષ પછી પુનઃ પોતાના સમાજમાં જવાનું મળે છે ત્યારનો માનસિક સંઘર્ષ જીવન વિશેના અતિ મહત્વના બોધપાઠ સમજાવી જાય છે.

નિર્જન ટાપુ પર પહેલી નજર: આંચકો, આશ્ચર્ય અને ચિંતાની ચરમસીમા
મીઠા પાણીની એક બુંદનું મહત્વ નળ ખોલતા જ ધડધડ પાણી મળતું હોય ત્યારે ન જ સમજાય. લાઇટરના એક તણખાંથી અગ્નિ પ્રગટી શકે તેવા સાધન-સંપન્ન મનુષ્યને નિર્જન ટાપુ પર અગ્નિ પ્રગટાવવા કેટલો સંધર્ષ કરવો પડે છે તે આ મૂવી માં જોઈએ ત્યારે આપણું જીવન કેટલું સરળ છે તે સાક્ષાત્કાર થાય છે.

અગ્નિની પહેલી જ્વાળા અને આશાની નવી જ્યોત!
“Struggle for Survival” આમ તો માણસનો મૂળભૂત સ્વભાવ છે. પરંતુ એકલો માણસ જીવીને શું કરે? શા માટે જીવે? તેને જીવાડે એક આશા, ફરી પોતાની દુનિયામાં પાછા જવાની અને પોતાની પ્રિયતમાને પાછી મેળવવાની આશા. પરંતુ ક્યારેક આ આશા પર કાળા ડીબાંગ વાદળો છવાઈ જાય અને માણસ આશા ખોઈ બેસે ત્યારે આત્મહત્યાનો વિચાર કરે…

“Struggle for Survival”-માણસનો મૂળભૂત સ્વભાવ
‘ચક’ ના જીવનમાં પણ એવી ક્ષણ આવી જાય છે. પરંતુ અસફળ પ્રયત્ન તેને શીખવાડે છે કે “જીવન જ નહિ, જીવનનો અંત પણ મનુષ્યના હાથમાં નથી” માણસની ફરજ છે કે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે પણ જીવન જીવે રાખવું જોઈએ. I knew…somehow…that I had to stay alive. Somehow, I had to keep breathing, even though there was no reason to hope.
‘ચક’ કહે છે: “મેં શ્વાસ લેવાનું ચાલુ રાખ્યું, જીવન ટકાવી રાખ્યું. મારુ તર્ક મને કહેતું હતું કે મારી પાછો જવાની કોઈ શક્યતા નથી. છતાં એક દિવસે એક એવી ભરતી આવી જે મને પાછી મારી દુનિયામાં લઇ આવી. I stayed alive. I kept breathing. And then one day that logic was proven all wrong, because the tide…came in, gave me a sail.

એકલતામાં પણ માનસ પ્રેમનો સંગાથ
‘ચક’ નિર્જન ટાપુ ઉપર હતો ત્યારે તેની પ્રિયતમા શારીરિક રીતે તેની સાથે નહોતી પરંતુ મનથી તેની સાથે હતી. પણ હવે તે 4 વર્ષ પછી તેની દુનિયામાં પાછો જાય છે, શારીરિક રીતે તેને જોશે પણ ત્યારે શું તે તેની હશે? ત્યારે સમજાય છે કે ભારતીય સંસ્કૃતિના બોધ મુજબ જીવનનો અંતિમ, ultimate આધાર તો ભગવાન જ હોવો જોઈએ.

જીવનના cross-roads ઉપર આવીને ઉભેલો ‘ચક‘
જીવનના cross-roads, અંધ-વળાંક ઉપર આવીને ઉભેલો ‘ચક’ શું કરશે? શ્વાસ લેવાનું ચાલુ રાખશે કેમ કે ક્યારે કઈ ભરતી, કયો પવન, નવા દિવસનો સૂર્ય તેને કઈ નવી દુનિયા આપશે તે તો મનુષ્યની કલ્પના-શક્તિ કરતાં પણ પરે છે! And I know what I have to do now. I gotta keep breathing. Because tomorrow, the sun will rise. Who knows what the tide could bring?
Written by Dr. Jignesh R. Mehta